::::::::::: "અન્યાય " :::::::::
કુહાડી કહે કોદાળી ને તમારે ત્યાં કેમ ચાલે છે,
અહી તો ખાડો ખોદે કોઈને પડે કોઈ તેવું દુનિયામાં ચાલે છે,
રૈયત રળે ને રાજા મોટર માં મહાલે છે,
કરચોરો ને જલસા છે ને ઈમાનદાર રળી રળી ને ભૂખે મરે તેવું ચાલે છે,
ઈશ્વર આવો અન્યાય તો ક્યારનો ચાલે છે,
આવો હાહાકાર રોકવા કોણ તારો હાથ ઝાલે છે,
મૂકી દે માધવ તારી મોરલી ને ઉપાડ તું હવે હથિયાર,
અહી તો બંધૂકની અણી એ જ રાજ ચાલે છે,
રાજકારણ ની રમતમાં પ્રજા પીસાય છે,
આવા અન્યાય સામે અવાજ ઉઠાવવા તો "દીપક" ની પેન ચાલે છે,
:::::::: દીપક મકવાણા (ભાવનગર) ::::::