હૈયાના રણમાં ગાળું એક મીઠી વિરડી,
પણ વનરાજી મૂકીને વગડે તને ફાવશે?
દામન ભરી દઇશ તારું બધી ખુશીઓથી,
પણ બર્થડે તારો યાદ નહીં રહે તો તને ફાવશે?
મેઘધનુષથી રંગીશ તારા સપનાઓના આકાશને,
પણ કામમાં તારો કોલ નહીં ઉપડે તો ફાવશે?
પાંખ બનીશ તારી ઇચ્છાઓની ઉડાન ભરવા,
પણ સમયજોગ ઇચ્છાઓને દબાવતા ફાવશે?
મેઘમંડળમાં પહોંચાડીશ તારા માનને,
કઠીન કાળે અપમાનના ઘૂંટડા પીવા ફાવશે?
હા... રંગાયું કમળ "અનોખીપ્રિત"ના નવા રંગે,
હ્રદયની લિપ્સાઓ આગોશમાં તને માંગે...
પણ "કમલ" સંગે કાદવમાં,શું તને ફાવશે???