આજે તા.28/01/2022 ને શુક્રવાર ના રોજ ષટ્તિલા એકાદશી છે જેનું હિન્દુ ધર્મમાં મહત્વ અનેરું છે... આવો આપડે સમજીએ.......
*ધન્ય એકાદશી ધન્ય એકાદશી.*
*એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ* અર્થાત્ આપણા હિન્દુધર્મમાં એકાદશી ના વ્રત નું ખુબ જ મહત્વ રહેલું છે.
*एकादशी पापनाशिनी ।*
બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે. દરેક એકાદશી નું પોતાનું એક આગવું મહત્વ હોય છે.
પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી ને *ષટ્તિલા* એકાદશી કહેવામાં આવે છે..
જે આવતીકાલે એટલેકે શુક્રવારે છે.
સૌપ્રથમ તો એવો પ્રશ્ન થાય કે આ એકાદશીનું નામ *"ષટ્તિલા"* એવું કેમ છે? તો એક શ્લોક દ્વારા આપણે જાણીએ જે પદ્મપુરાણ ના ઉલ્લેખ પ્રમાણે નીચે મુજબ છે......
*तिलस्नायी तिलोद्वर्ती तिलहोमी तिलोदकी ।*
*तिलदाता च भोक्ता च षट्तिला पापनाशिनी।।*
અર્થાત્ =તલથી સ્નાન, તલનો હોમ, તલનું ઉબટન(લેપ), તલમિશ્રિત જલનું પાન, તલનું દાન અને તલનું ભોજન. - આ પ્રમાણે છ પ્રકારે ઉપયોગ કરવાને કારણે આ એકાદશીને *"ષટ્તિલા એકાદશી"* કહેવામાં આવે છે.
*🍁દાન અને તેનું મહત્વ*
આજના દિવસે તલના દાનનું વિશેષ મહત્વ છે. તલ થી ભરેલા પાત્ર નું દાન કરવાથી જેટલા તલના દાણા હોય તેટલા વર્ષ દાન કરનારને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ આ દાન કરતી વખતે ખાસ બોલવું કે,- *"આ દાન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ"*
કન્યાદાન, હજારો વર્ષોની તપસ્યા કે સોનાનાં દાનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય આ ષટ્તિલા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે.
*🍁શું કરવું?*
આજે ભગવાન વિષ્ણુના 1000 નામનું સ્તોત્ર જેને " *વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર"* કહેવામાં આવે છે તેનો પાઠ કરવો. ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી. સંતાનપ્રાપ્તિ માટે વિશેષ લડ્ડુ ગોપાલ (બાલ ગોપાલ) ની પૂજા કરવી. અને વ્રત ઉપવાસ કરવો .આ દિવસે જેણે વ્રત કે ઉપવાસ રાખ્યો હોય કે ન રાખ્યો હોય તેઓએ પણ આ દિવસે તલનો છ પ્રકારે પ્રયોગ કરવો જોઇએ.
(1)સૌ પ્રથમ તો સ્નાન કરતી વખતે જળમાં થોડા તલ નાખીને સ્નાન કરવું જોઈએ.
(2) તલ નો લેપ કે તલના તેલની માલિશ કરવી.
(3) તમે જે પાણી પીવો છો તેમાં પણ તલનો પ્રયોગ કરવો અથવા ઉપયોગ કરવો.
(4) તલનું દાન કે તલના લાડુનું બ્રાહ્મણને દાન કરવું.
(5)તલનું કે તલ ની વાનગીનું ભોજન. અને અંતમા
(6) જો શક્ય હોય તો આ દિવસે તલનો હોમ કરવો કે આહુતિ આપવી.
આ પ્રમાણે છ પ્રકારે આ દિવસે તલનો ઉપયોગ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આવનાર જન્મમાં પણ તેનું ફળ મળતું રહે છે.
*🍁શું ન કરવું?*
એકાદશીના દિવસે ભોજન કરવાનો નિષેધ છે. એટલે કે રાંધેલું અનાજ કે ભોજન ન કરવું પરંતુ, કદાચ શારીરિક અશક્તિ કે અસ્વસ્થતા ને કારણે જો કોઈ વ્યક્તિ આ એકાદશીનો ઉપવાસ ન કરી શકે તોપણ અમુક ખાદ્ય પદાર્થ એવા છે જે આ દિવસે ન ખાવા જોઈએ. જેમ કે, અનાજ, ચોખા, કઠોળ, ડુંગળી, લસણ, વગેરે તો ન જ ખાવા.
સૌને જય શ્રી કૃષ્ણ...
🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸
-મહેશ ઠાકર