🔷️ તારૂ બીબૂ ઢાળી દીધુ 🔷️

ખબર હતી ઇશ્વરને કે અહીં તારૂ કાઇ કામ નથી,
વધેલો માલ ભેગો કરી તારૂ બીબૂ ઢાળી દીધુ.

ઠેબે ચડતો જીવ ગોતી જુના હાડ રીપેર કર્યા,
હળવા હાથે હૈયું મુકી તારૂ બીબૂ ઢાળી દીધુ.

નડીશ તૂ બધા ને અહીં, પહેલે થી જ ખબર હતી,
તને કેટલા નડે છે એ જોવા બીબૂ ઢાળી દીધુ.

પરીવાર કુટુંબ કે મિત્રો વચ્ચે, તારી ક્યાંય ખોટ નોહતી,
તારી ગૈર હયાતી વખાણ જોવા, તારૂ બીબૂ ઢાળી દીધુ.

દાની - જ્ઞાની - વીર સાથે જન્મારો ફોગટ હશે
માનવ કર્મ માપવા તારૂ બીબૂ ઢાળી દીધુ.

રચના :- ટી એમ કંડોલીયા ખાખી સૂરત
7/11/21

#રાજુલકૌશિક #કલમકવિની #मंनकीबात

Gujarati Poem by Umakant : 111767644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now