પ્રેમદીપ પ્રકટાવો...
ઉરમાં પ્રેમદીપ પ્રકટાવો...
દીપ વિના રજની છે કેવળ તિમિરભરેલી કાળી;
શુષ્ક હૃદયમાં ક્યાંથી દીપે તેજોમય દિવાળી?
તો આજે ભીતર કરુણાનું નિર્મળ તેલ પુરાવો;
પ્રેમદીપ પ્રકટાવો...
કરી તિરસ્કૃત મનની શ્રીને ભમતો વૈભવહીન;
દુર્ગુણના સંગે વિલસે તું, અન્ધકારમાં લીન.
મથી મનઃસાગર રે બન્ધો, શ્રીમય ચિત્ત બનાવો;
પ્રેમદીપ પ્રકટાવો...
મનના રામતત્ત્વને તો તેં આપ્યો ચિરવનવાસ;
ગુણવિહીન આ ઉર શી રીતે પામે સત્ય પ્રકાશ?
તો વનમાંથી આજે સવિનય રાઘવને ઘર લાવો;
પ્રેમદીપ પ્રકટાવો...
-Bhargav Patel