રામ આવ્યા વતને પાંડવ પાછા ફર્યા સ્વદેશ
તે છે વિક્રમ સંવતનો અંતિમ દિવસ
ઘરે-ઘરે પ્રગટ્યા દીપ
ઉરમાં અજ્ઞાન મોહના અંધારા ગયાને
જ્ઞાનના પ્રકાશ તરફ કર્યું પ્રયાણ
વૈશ્ય કરે શારદા પૂજન દીપાવલીયે
સમગ્ર જીવનનું સરવૈયું કાઢવાનું
પુરાંતમાં પ્રેમ શ્રદ્ધા ઉત્સાહ રાખવાનો
જાત બાળી અન્યને આપે અજવાળું
તે છે ખરી દિપાવલી તે છે ખરી દીપાવલી
-Jigna Patel