સોળ હજાર નારીઓના ઉદ્ધાર કરવા
કૃષણે દમન કર્યુ નરકાસુરનું
ખુશ થયા પીડિતો
ઘરે-ઘરે પ્રગટ્યા દીપ
થાય પૂજા મહાકાળની કાળીચૌદશે
જીવન છે આસુરીવૃત્તીને હણવા
કરે પરપીડન તે થાય અશક્ત
સ્વાર્થમાં વપરાય તે શક્તિ
કરે રક્ષણ અન્યનું તે થાય કાલી
પ્રભુ કાજે થાય કર્મ તે મહાકાલી
-Jigna Patel