ના કોઈને હવે કાઈ કહેવું છે,ના તો હવે સહેવું છે,
મારે તો બસ સતત નદીની જેમ વહેતા રહેવું છે.
ના કોઈથી હવે ફરિયાદ છે, ના તો કોઈ અપેક્ષા છે,
મારે તો બસ પંખ ફેલાવી આકાશમાં ઊડવું છે.
ભલેને આવે ગમે તેટલી તકલીફ, કે કોઈ મુશ્કેલી,
મારે તો બસ હવે સદા મોજમાં જ રહેવું છે.
ભલેને ના હોય કોઈ સાથ, કે ના તો કોઈનો સહારો,
મારે તો બસ મારી મંજિલ તરફ સતત ચાલતા રહેવું છે.
#Always smile 😊❤️
✍️Meera soneji