યે દોસ્ત વિતેલા સમય ને વારંવાર
તું શાને આમ યાદ કરી રડ્યા કરે છે,
નહિ આવે હવે એ વિતેલો સમય
તું શાને આમ યાદ કરી બળ્યા કરે છે,
છે જીવન તો આવશે ઘણી મુશ્કેલીઓ
તું શાને આમ યાદ કરી સમય વેડફ્યા કરે છે,
જીવન છે તારું મસ્ત મોજીલુ દોસ્ત
તું શાને આમ યાદ કરી ઉદાસ ફર્યા કરે છે,
તું કર હિંમત એક નવી શરૂઆતની
તું શાને આમ ભૂતકાળમાં ભટક્યા કરે છે..
# વિતેલો સમય
#Always smile 😊❤️
✍️Meera Soneji