માણસ સતત પોતાને એક યા બીજી રીતે વ્યક્ત થવા ઈચ્છા કર્યા કરતો હોય છે.
માણસ ફેલાઈ જવામાં માને છે.
પણ એકબીજા પ્રકારની વ્યક્તિ પણ હોય છે;
અને તે પ્રકારની ચેતના પણ હોય છે.
જે ક્યાંય વ્યક્ત થવા માંગતી હોતી નથી.
તે સર્વ અભિવ્યક્તિઓથી પર હોય છે.
એકમાત્ર ચિંતનશીલ માનવ જ એકાંત ઝંખતો હોય છે.
અને આ એકાંત એટલે વ્યક્ત થવાથી પર થઈ જવું.
આ અવસ્થા જ મૌન છે.
〰️〰️〰️〰️〰️〰️〰️
શ્રી અરવિંદ