રક્ષાબંધનના શુભ પર્વ નિમિત્તે આજે એક મંત્ર જ્ઞાન લઇયે...
દરેક બહેન પોતાના વીરાને રક્ષાસૂત્ર(રાખડી) બાંધે ત્યારે આ મંત્રનું અચૂક ઉચ્ચારણ કરે...
येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:
तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे मा चल मा चल:।
અર્થાત્ કે,
બહેન પોતાના વીરાને કહે છે કે," હે વીર,
જે રક્ષાસૂત્રથી દાનવીર મહાબલી રાજા બલિ ને બાંધ્યા હતા,
એ જ રક્ષાસૂત્રથી હું તમને બાંધુ છું."
ત્યાર બાદ બહેન રક્ષાસૂત્રને કહે છે,
" હે રક્ષાસૂત્ર તું સ્થિર રહેજે સ્થિર રહેજે "...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...