પ્રેમ
આજે કોઈક અલગ જ પ્રકારની વાર્તા છે... કોલેજ ના પ્રોફેસર તેમના અનુભવો કહ્યા પ્રમાણે કહી રહ્યા હતા.
તે સમયે પ્રોફેસર કામત ચોપડીનું ભણાવી છેલ્લી દસ મિનિટ બીજી જ વારતા કરતા.
એમની એક...
વગર પ્રેમ એ કોઈ કપલ કેવી રીતે ટકતું હશે?
આવી જ એક વાત છે પંક્તિ અને લવ ની.વાત જાણે એમ હતી કે બંને ના લવ મેરેજ હતા.
ફેમિલી થી છુપા લગ્ન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ આ નાનકડી સત્ય ઘટના એટલે કવ છું કે ક્યાંક તમને ઉપયોગી થાય.
પંક્તિ કોલેજના બીજા વર્ષમાં આવી જ હતી. અને લવનું ગ્રેજ્યુએશન પૂરું થયું હતું. લવ એના દોસ્તો સાથે રાત્રિ બેઠક પર બેઠો હતો. લગભગ આઠ વાગે પંક્તિ એની મિત્ર સાથે બરફ ખાવા આવે છે.
લવ અને એના મિત્રો પંક્તિની મિત્ર કોયલ ને ઓળખતા હોય છે. અને અહીથી પંક્તિની ભવિષ્યની સફર ઇશ્વરે નક્કી કરી હતી.
લવ એક ફ્લર્ટિંગ છોકરો હોય છે. જે એની વાતચીત પરથી ખ્યાલ આવી ગયો હતો પંક્તિને. એ જ અઠવાડિયા માં કોયલ લવનું પ્રપોઝ લઈ ને આવી હતી. એ વખતે મોબાઈલ નહોતા. એટલે મિત્રો દ્વારા જ ગોઠવણી કરવામાં આવતી.
પંક્તિ હોશિયાર હતી. એ આંખોની ભાષા સમજતી. વાણીની મીઠાશ માં રહેલી એક ફ્લર્ટિંગ ની ભાષા સમજતી હતી. લવનું પ્રપોઝ અસ્વીકાર કરીને દૂર દૂર સુધી કોયલ સાથે પણ કોઈ વ્યવહાર ના રાખ્યો. છ મહિના વીતી ગયાં એ વાતને. પંક્તિ કોલેજના અભ્યાસ માં પરોવાઈ ગઈ. બધી વાત ભુલાય ગઈ હતી.
અચાનક જ કોઈ કામથી એકલી ગયેલી પંક્તિની સામે લવ આવી ગયો અને સામે મળતા જ એની હિંમત વધી ને સીધું જ પ્રપોઝ કરી દીધું. પંક્તિની એક જ વાત કે સોરી હું તમારી મિત્ર બની નહિ શકું અને બીજી કોઈ વાત કર્યા વિના જ ઘરે આવી ગઈ.
વાત ફરી ભુલાય ગઈ.. ફરી એક વાર કોયલ આવી ઘરે. ફરી એને લવ એ જ મોકલી હતી. લવના રાત્રે ઘર બાજુથી બાઇકના આટા ફેરા વધી ગયા હતા. હવે પંક્તિએ જવાબ આપવો જરૂરી સમજ્યો. અને ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં કોયલને કહ્યું કે હું જેવી તેવી છોકરી નથી કે છોકરો જોઈ એની જોડે ચાલુ પડી જવ. હું કોઈની સાથે ફરવામાં માનતી નથી. લગ્ન કરે એવા જ છોકરાનો હાથ થામિશ.
ફરી લવમાં હિંમત વધી રહી હતી. હવે જ્યાં પણ મળી જાય વાત કરવા બાઇક પર આવી જાય કેમ છે.. મજામાં પુછે.
રૂપલ મહેતા રુપ ✍️©
ક્રમશ:
-Rupal Mehta