ગુરુ પૂર્ણિમા
મારા માટે ગુરુ એટલે એ નહિ જે સ્કૂલ ના બોર્ડ પર ન્યુટન નો નિયમ સમજાવે હું માનું છે કે જિંદગી માં દરેક વ્યક્તિ માટે કોઈ એક જ ગુરુ હોય એ શક્ય જ નથી.
જીવનકાળ માં ઉંમર અને સમય ની સાથે દરેક પાસે કંઈક ને કંઇક શિખવા મળે છે .ગુરુ ની કોઈ ઉંમર કે જ્ઞાતિ ,ધર્મ,ભેદ,નાના મોટા ,અમીર - ગરીબ વગેરે જેવા બંધન ન હોય.કોઈ પાસે થી કંઈક શિખવા મળે બસ એજ ગુરુ.બધાય થોડું શિખવાડવા માટેજ જિંદગી માં આવે છે જેમાં કોઈ દગો,પ્રેમ,વિશ્વાસ,હાસ્ય,નિયમો,સાથ,સહકાર,દોસ્તી, દુશ્મની,નફરત, મઝબુરી,આઝાદી,આપણી ભૂલો, કાબેલિયત વગેરે જેવી બાબતો આપી ને જીવતા શિખવાડી જાય છે .માટે હું એ દરેક ને આજે ગુરુ માનું છું જેના લીધે હું એકલો જીવતા શીખ્યો છું.
-Pradip Gajjar