એ, હું, ગઝલ ને વરસતી રાત હતી
પછી તો શબ્દો વગર ની યે ઘણી વાત હતી
સ્વેત વસ્ત્રો ની એ શાન હતી
ઘડીક જાણે એ મારી જાન હતી
સ્મિતે સ્મિતે શરમવુ એ એની રીત હતી
કવિઓ ની કુવારી ગઝલ નું એ ગીત હતી
વિજ ના રણકારે એને થોડી ધ્રુજાવી હતી
થોડી નજર ફેરવી મેં ય ગરજ પાડી હતી
એને હજી શૃંગાર ની જ પડી હતી
મને એ, એ ક્ષ ણે જ કબુલ હતી
કેશ ઘટા માં એની જાણે કઈક કલરવ હતી
ભમરાઓની પસંદ એવી પુષ્પો ની એ પુંજ હતી
તરવું છે? એવી એની રાવ હતી
મારી પાસે તો ખાલી પત્થર ની નાવ હતી
શહેજાદી છું એવી એની રજૂઆત હતી
મારી કલ્પના માં એની આખી નાત હતી
મારી કલ્પના ઓની એવી એક સાંજ હતી
શું એ પણ પેલી ઝરૂખા વાળી જ રાજ (રાઝ) હતી???
- સ્મિત