આ મૌસમનો આ છે પહેલો વરસાદ
આ પહેલો વરસાદ અને તારી સાથે ભીંજાઈ ગયો હતો એ સાંજ યાદ આવી...
એ નદીનો ખુલ્લો ચોગાન, હિલોળા મારતો એનો પ્રવાહ આપણને ભીંજવવા જાણે કાળા ડિબાંગ વાદળો ઘડસી આવી હોય...
અચાનક વાદળ પોતાના અમી બિંદુથી આપણે ભીંજવવા લાગ્યું....
તારા ભીંજાયેલ શરીર પર મારા હાથનો સ્પર્શ થયો અને તું ધ્રુજવા લાગી...
અચાનક જ તું મને તારા બાહોપાસમાં લપેટી મને તારામાં સમાવવા લાગી....
એકાંત અને વાદળની ગર્જના એક અલગ જ રોમાન્સ ઉતપન્ન કરતું હતું....
બંને એકબીજામાં સમાય ગયા હતા, ખબર જ ન રહી કે બંને ના હોઠ એક થઈ ગયા અને વર્ષોની પ્યાસ હોઈ એમ અધરરસનું પાન કરવા લાગ્યા...
એ ક્ષણે દુનિયા, દુનિયાના લોકો, દુનિયાદારીની કશી ફિકર જ નહોતી...
અને હા, આ મારા જીવનનો પહેલો વરસાદ હતો જ્યારે હું અંદર સુદી ભીંજાયો હતો, સંપૂર્ણ હું તારામાં સમાયો હતો...
આજે એ જ વરસાદ છે, એ જ મનોજ છે, એ જ બાહો તને આલીગન કરવા માટે આતુર છે, બસ આ પ્રેમથી નીતરતી ઋતુમાં તારો ખાલીપો વર્તાય છે...
હરેક બુંદ જ્યારે મારા આ સ્થૂળ દેહને સ્પર્શ કરે છે ત્યારે તારો અહેસાસ અપાવી જાય છે...
મનોજ સંતોકી માનસ