...અને એ રીસાયો.
બરાબર જ કર્યું એણે, હા
ઊમળકો, ઘેલો ઊમળકો.
અરે, એવું
હોતું હશે કંઈ !
માંડ ફૂટેલી કૂણી કુંપળ પર
ખાતર-પાણીનો
વરસાદ કરાતો હશે !
એવું જ થયું પણ...
પછી શું થાય ? આ જ.
રગદોળાઈ ગઈ હવે
પ્રતીક્ષાના સિંચને ફૂટી નીકળેલી
પ્રેમની કુમળી કુંપળ
અને રીસાયો
બીજ રોપનાર ભોળો
અનુભવ...
શુભરાત્રિ..🌺
સ્વસ્થ રહો સૌ..🌺🌺