માણસ ધડાયેલો છે તેમ ત્યારે કહેવાય
જ્યારે વિપત્તિ માં સુમતિ થી પ્રેરાય
સંબંધો ને સમજણ ના રેશમ દોર થી બાંધે
જીવનની નૌકામાં સ્થિતપ્રજ્ઞતા આપે અગ્રીમતા
સંતોષ ના મોતી વીણી અણમોલ જીવન સ્થાપે
વિનમ્રતાનું પાન કરી પ્રેમ નો સેતુ ચણે
જરૂર પડે તો મૌન ને ધારણ કરી સ્મિત ને આગળ કરે
-Shree...Ripal Vyas