નકામું છે
એકવાર તને મળવાનું નક્કી હતું,
પણ કદાચ એ સરનામું જ ખોટું છે
ખબર જ હતી તું આવશે નહીં,
પણ તારી રાહ જોવાનું ગાંડપણ વધારે છે
એકવાર નહિ દરવખત માફ કર્યો તને,
બની શકે મારામાં શાણપણ થોડું ઓછું છે
જરૂર પડે આવી જજે મારી પાસે,
મારી પાસે તારી યાદોનું વજન થોડી ઝાઝું છે
તને ફરીથી સ્વીકારી લઉં,
એ વિચારી લેવું હવે નકામું છે
- કિંજલ પટેલ "કિરા"
#worldofkiraa
#wrongaddress
#sane
#memories