તું હાલ ન પૂછે તો
બે'હાલ છું હું....
પરપોટા જેવી છે,
જિંદગી ખબર નય
ક્યારે ફૂટી જવાની....
તું આવશે એકવાર
એ તો વિશ્વાસ છે મને
હાં કોઈ આશ નથી
પણ વિશ્વાસ છે મને.....
હું ઝંખું છું તને
એ તો ખબર છે
તને.....
હું જો હોવ દર્દમાં
એ મારા કરતાં
વધારે ખબર છે તને......
હું ન વર્ણવી શકી એ
દર્દ મારું....
તે જાહેર કરી દીધું
તારી સાથે ની
મુલાકાત ને યાદોં માં
સંઘરી રાખું.....
તું નહીં આવે
ખબર છે મને
તો પણ જિંદગી ભર
તારી વાટ જોઈ રાખું....
કોઈ પૂછીલે મને
આખરી ઈચ્છા શું છે તારી?
બસ તું આવી ને
મળી જાય એ છે...
ઈચ્છા મારી....
આમ તો હું કંઈ જ
નથી તારા માટે....
પણ મારા માટે
બધું જ છે 'તું'........