નવરાત્રીના તૃતીય દિવસે ચંદ્રઘંટા માતાનો મહિમા
હૈ ચંદ્રઘંટા દેવી પ્યારી માતા પાર્વતીની અલૌકિક શક્તિ
ભવાની નવરાત્રીના તૃતીય દિવસે આપ પુજાતી ભય,
કષ્ટ હરો,માત ભવાની અમે તમારા બાળ ઘેલુડા
તમે છો આખાય જગના સ્વામિની,જે ભક્તિ આપને
કરૂણ સાદે પુકારે,ભય કષ્ટ,દુઃખ ભાગી
સિંહ જેવા નિર્ભય પરાક્રમ થવાના વરદાન દેતી,
સુખ સમૃદ્ધિ,શાંતિ, સૌમ્યતા આપના ચહેરે છલકાતી,
સિંહની સવારી આપને ભાવતી,દશભુજાધારી દેવી કહેવાતા
દશભુજા કમળ અને અલગ અલગ હથિયારથી શોભતી,મુગટે અર્ધચંદ્ર શોભે,આપના મંદ મંદ હાસ્યથી સેવકો આનંદ અનુભવતા,ચહેરે ચંદ્ર સમુ તેજ છલકાતું,
આપના દર્શન માટે અમારી નેત્ર નકામા માતા,એક છે અરજી અમારી દિવ્યચક્ષુ અમને પ્રદાન કરો,આપના દર્શનનો એક અવસર આપો,પાપ,ગુનાથી મુક્તિ આપો
એ ચંદ્રઘંટા માતાનું તૃતીય નવરાત્રીએ ધ્યાન જો ધરતુ,આપના ઘંટડી નાદથી ભુત,પ્રેત,પિશાચ થરથર ભાગે,તપસ્વીનુ મન મણીપુર ચક્રમાં સમાતુ,માતાના આશીર્વાદથી દિવ્ય અલૌકિક શક્તિના દર્શન થાતા,
ભક્તિજનમાં પરાક્રમ,નિર્ભય,સૌમ્યતા અને વિનમ્રતા ગુણો નો સંચાર થાતો,ચહેરો,સ્વરમાં અનોખી દિવ્યતા અને મધૂરતા છલકાતી,છાયા આપના ભક્તોની પડતી લોકો
શાંતિ સુખ પામતા,હે ચંદ્રઘંટા માત ભવાની આપના ચરણે
મુજને રાખો ભવાની,મારા અવગુણ બાળક માની ક્ષમા કરજો, આપ છો જગતમાતા અમે છીએ આપના નાદાન બાળકો,જય જય પાર્વતી માં કલ્યાણી,તમારા જેવુ નથી કોઈ દયાળુ,દાની,હૈ પાર્વતી પ્યારી માતા આપની શક્તિ ચંદ્રઘંટાજી ને દંડવત વંદન.
શૈમી ઓઝા "સત્યા"
પ્રણામ મારા પ્યારા મૈયા પાર્વતીની અલૌકિક શક્તિ માતા ચંદ્રઘંટાજીનુ બાળસ્વરુપ,તમારા આશીર્વાદ પામી આ ભક્ત ધન્ય થઈ ગઈ માતા.. 🙏🙏🙏🙏🙏🙏🙏