ભીતર લાગી આવે એવું કૈક કર,
લાગણી ભાગી આવે એવું કૈક કર,
પ્રેમ અસર રાખજે થોડી ઊંડી,
પાંપણ ભીની થાય એવું કૈક કર,
ગુસ્સો થાય પળ વારમાં દૂર,
અવાજ સાંભળી થાય ઘેલી એવું કૈક કર,
અજાણ્યા અજબની રહે દૂર એનાથી,
દુશ્મન ક્રોધી થાય એવું કૈક કર,
બંધાઈ તારું નામે એના જોડે,
કામ કરી પ્રશંસા થાય એવું કૈક કર,
થાય નવી પેઠી બધા કવિ-લેખક
વારસો સાચવી આગળ આવે એવું કૈક કર.
✍🏻~દુશ્મન
-mayur rathod