દરેક દીકરી પતિમાં પપ્પાનું એકાદ રૂપ કે ગુણ શોધતી હોય છે એમ દરેક વહુ સસરામાં એક બાપને જોતી હોય છે. મારા અને મારી દેરાણીના પપ્પાના મૃત્યુ પછી અમારા સસરા જ અમારા માટે પપ્પા હતા. એવા પ્રેમાળ હતા મારા સસરા.
અમારા પરિવારના જ્યેષ્ઠ પુત્ર કે જેમની છત્રછાયામાં અમારો પરિવાર ધર્મ, સુખ શાંતિ અને ભરપૂર લાગણી પામ્યો એ પરિવાર આજે સ્તબ્ધ થઈ ગયો. મારા સસરા એ અચાનક જ આ વિશ્વમાંથી વિદાય લઈને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કર્યું. ફોટામાં એમના આનંદિત ચહેરાને જોતા એમની ગેરહાજરી અતિશય ખટકે છે.
પરંતુ એટલી ખાત્રી છે કે પ્રભુ એ એમના આત્માને શાંતિ અર્પી છે અને એમનો આત્મા જ્યાં હશે ત્યાંથી અમારા પરિવાર પર હંમેશા પ્રેમાળ આશીર્વાદ વરસાવતો જ રહેશે.
કોરોનાના ઉપદ્રવમાં પણ નાના મોટા દરેક સગાં સબંધી, મિત્રો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અમારા દુઃખમાં સહભાગી થયા છે એમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. 🙏🏻
- #મારીરચના ના જયજીનેન્દ્ર