જરૂરત નથી મને તારા અઢળક પ્રેમની,
હું તો છું બસ એક તારા પ્રેમનાં બુંદની પ્યાસી...
જરૂરત નથી મને મોંઘી ભેટ સોગાદની,
હું તો છું બસ એક તારા સાથની તરસી.....
જરૂરત નથી મને તારા મિસ યુ કહેવાની,
હું તો છું બસ તારી લાગણીઓની પ્યાસી....
જરૂરત નથી મને તને રોજ મળવાની,
હું છું બસ તારી એક ઝલક જોવાની તરસી...
જરૂરત નથી મારા માટે ચાંદ તારા લાવવાની,
"રાજલ" છે બસ તારા એક બુંદ પ્રેમની પ્યાસી....
-Rajeshwari Deladia