લગાવી મુજ શિર પર મોગરો તું મહેકાવી ગયો,
પવન પણ કેસૂડાં ને ધીરે ધીરે લહેરાવી ગયો.
લાવ્યો તું અપાર વિશ્વાસ અને પ્રેમનું ઘોડાપુર,
હર્ષ ના આસું મારી આંખોથી છલકાવી ગયો.
વર્ષો થી પ્રેમવિના મનડું પડયું હતું મારું મૂર્છિત,
તું વેરાન બાગ જેવા મનને ચકલી બની ચહેકાવી ગયો.
તારી અતરંગી વાતો ને બાળ જેવું નિખાલસ હાસ્ય,
મારા શુષ્ક પડી ગયેલ અઘરો ને પ્રેમથી મલકાવી ગયો.
છે મારા અતિનિરસ અને બ્લેક એન્ડ વાઈટ સપના,
તું આવી રંગબેરંગી રંગો થી સપનાઓ સજાવી ગયો.
આપી મુજ ગાંડીને પ્રેમ,ઈજ્જત અને સન્માન,
સપ્તરંગી પરી બનાવી મુજને ઉંચા આભે ઉડાવી ગયો.
આવી હોળીને હૈયા પ્રેમીઓના હૈયા હરખાય છે,
લગાવી મુજ ગાલે ગુલાલ મારા મન ને રંગાવી ગયો.
✒ ઈશા કંથારીયા "સરવાણી"
-Isha Kantharia