સરળતા....🌹
તારાથી શરૂ થયેલ રચનાની શરૂઆત,
લઈ જશે ક્યાં મારી કલમને,
આટલું સમજાય તો સરળ થઈ જાય અવતરણ.....
તારાથી શરૂ થયેલા વિચારોની શૃંખલા,
લઈ જશે ક્યાં મારા મનના દ્વન્દ્વને,
આટલું સમજાય તો સરળ થઈ જાય સંવાદિતા....
તારાથી શરૂ થયેલા સ્વપ્નોની જાગૃતતા ,
લઈ જશે ક્યાં મારા સ્પંદનોને,
આટલું સમજાય તો સરળ થઈ જાય સબંધો...
તારા થી શરૂ થયેલ મહેચ્છા ,
લઈ જશે ક્યાં મારી હકારાત્મકતા ને,
આટલું સમજાય તો સરળ થઈ જાય પ્રાર્થના....
તારા થી શરૂ થયેલ વાતો ,
લઈ જશે ક્યાં મારા અંતરનાદને ,
આટલું સમજાય તો સરળ થઈ જાય યાત્રા.....