આપી એકમએકને સાથ ,
ચાલ રમી લઈએ જીવનમાં
આખરી દાવ સુધી....
હાર જીતની ચિંતા છોડી,
ચાલ રમી લઈએ જીવનમાં
આખરી દાવ સુધી....
કોઈપણ પ્રકારની રાવ વગર,
ચાલ રમી લઈએ જીવનમાં
આખરી દાવ સુધી....
જીતી છે "રાજલ" તારુ દિલ
મારા વ્હાલા, એટલે જ આવ,
ચાલ રમી લઈએ જીવનમાં
આખરી દાવ સુધી....
-Rajeshwari Deladia