એ પણ એક સમય હતો,
જયાં દરિયા કિનારે બેસી,
આપણે એકબીજાને જોતાં....
એ પણ એક સમય હતો,
જયાં તારા સ્પર્શની ઝંખના,
જ કરતી મને રોમાંચિત....
એ પણ એક સમય હતો,
જયાં હાથોમાં હાથ નાખી,
માણતા હતાં હૂંફ એકમેકની...
એ પણ એક સમય હતો,
જયાં હતો સહવાસ માત્ર,
તારા મારા પ્રેમનો....
-Rajeshwari Deladia