એક સવાલ...🌹
પૂછું એક સવાલ?
મનડું તરતુ અવિરત ઝરણે,
તો શાને હજુ તરસ તારી અદ્રશ્ય?
પૂછું એક સવાલ?
વાતો વાતો ને તારી જ વાતો,
તો શાને ફફડે હજુ આ હોઠ?
પૂછું એક સવાલ?
ચહેરાઓના સાગરમાં લહેરાવું,
તો શાને મનભાવન એક જ ચહેરો?
પૂછું એક સવાલ ?
મારુ મનડું જ અધીર લેવા સ્વાદ વિરહનો,
તો શાને યાચે પ્રતિક્ષણ મિલનની ક્ષણ?