હળવેથી વસંતે કર્યું આગમન,
ને થયુ આપણું હસ્તમેળાપ....
થયું ભાગ્યથી ભાગ્યનું મિલન,
ને થયુ આપણું હસ્તમેળાપ....
કરી વર્ષાએ પ્રેમથી પ્રેમની હેલી,
ને થયુ આપણું હસ્તમેળાપ....
રચી મેઘધનુષે રંગોની રંગોળી,
ને થયુ આપણું હસ્તમેળાપ....
થયો "રાજલ"નાં જીવનમાં પગરવ તારો,
ને થયુ આપણું હસ્તમેળાપ....
-Rajeshwari Deladia