પુનરાગમન....🌹
એક પગલું આસમાની,
સ્વતંત્ર વિચારોના વાદળમાં,
ને પાછું ફરતું મન પ્રેમ કેરા પાશમાં...
એક ઈચ્છા ફૂલગુલાબી,
પતંગિયાના ફડફડાટ ની,
ને પાછું ફરતું મન રંગી વહાલમાં.....
એક અભિલાષા પ્રેમ ના ગીત ની,
ચોપાસ વાગતા સંગીત ની,
ને પાછું ફરતું મન તારા સાત સૂરોના સરનામે..
એક ઝંખના મનની મોકળાશની,
ભીની રેતી ના ભેજની,
ને પાછું ફરતું મન વ્હાલ ભર્યા દરિયામાં....
એક દિવાસ્વપ્ન તારા હોવાના ખ્યાલનું
સતત મળતા સહવાસનું,
ને પાછું ફરતું મન સાચુકલા સ્વપ્નમાં..