ધબકો છો મારા હ્રદયમાં મારી ધડકન બની,
એને ક્યારેય મારાથી અલગ નાં કરતા....
મહેકો મસાલાની જેમ દિલમાં મારા હંમેશા,
એની સુહાસ ક્યારેય ઓછી ન થવા દેતા...
આપ્યો છે હંમેશા હરપલ સાથ હંમેશા જીવનમાં,
એ સાથ ક્યારેય મારાથી ન છોડતા...
બેફામ બની છું તારી મહોબ્બત પામવા જીવનમાં,
એને ક્યારેય દિલથી નોખું ન કરતા...
રાહ જુએ "રાજલ" તારી નજરોથી જોવા જીવનમાં,
એને ક્યારેય નજરોથી દુર ન થવા દેતા....
-Rajeshwari Deladia