બહુ સતાવી છે તે મને
ક્યારેક ચૂપ રહીને, ક્યારેક હસીને
રાત-રાતભર સ્વપ્નમાં સંતાકૂકડી રમીને
સતત જગાડી છે તે મને
કેવી રીતે કહું કે પ્રેમ નથી કરતી !
એકલતાની પીડામાં કેટલી સંભાળી છે તે મને.
કાલે પણ ભારે કરી તે !
કટીએ ઝાલી મને આભની અટારીએ બેસાડી દીધી !
અધ્દર શ્વાસે મેં વાદળીઓ સ્પર્શી
એ વખતે પણ ઝાલી રાખી'તી તે મને.
તારી પુલકિત આંખોમાં દેખાતા શુભ્ર રંગના સોગંધ
તારા સ્પર્શની અપેક્ષાનાં ઝીણાં ઝીણાં ઝાડ ઊગવાં માંડ્યાં છે હવે.
વિચારોમાં, સ્વપ્નોમાં ને વીતતી જતી દરેક ક્ષણોમાં
તારી, તારી ને તારી કરી છે તે મને.
પણ...
બહુ સતાવી છે તે મને...
--નિર્મોહી