એક કાઠિયાવાડીના પ્રેમમાં પડી
એ પછી હું કંઈ ખીલી ! કંઈ ખીલી !
રેઢા જેવી ચા હજી ક્યાં પીધી?
તોય મને કંઈ લિજ્જત ચડી ! કંઈ લિજ્જત ચડી !
કલ્પીને એની ગર્વીલી મૂછોને
હૈયે એવી હેલી ચડી ! હેલી ચડી !
ગોરું મુખ ને સ્વચ્છ આંખો
ધોળેદહાડે ધાડ પડી ! રે ધાડ પડી !
માટીનો માણસ છે તેથી ગમે છે
વેલને વૃક્ષની ભાળ મળી, હા ભાળ મળી...
--નિર્મોહી