એય, બોલ ને !
એ નહીં કરેલા એકરાર પછી
તુંય બેચેન રહે છે? મારી જેમ !
એય, બોલ ને !
કશું નહીં બોલીનેય
મને જ તું બધું કહે છે? મારી જેમ !
એય, બોલ ને !
વગર કશા ઈરાદે
સ્વપ્ને મને તુૃં મળે છે? મારી જેમ !
એય, બોલ ને !
માન્યું કે એકબીજાનાં નથી આપણે
છતાં પણ
તુૃંય મને અનુભવે છે? મારી જેમ !
એય, બોલ ને...!
-યાદ હંમેશાં