છૂટી ગયેલી અધૂરી વાતો હોય કે યાદો હોય...
ફરીથી શરૂ કરવામાં પણ ઘણી ફરિયાદો હોય...
એક મેક ને ચાહવાનો રસ્તો ઘણો સીધો છે...
પહેલ કરાય કે જ્યારે ઓળખવામાં ફાયદો હોય...
હું છોડી શકું છું વ્યર્થ એવાં સન્માન મારાં...
તું આવી જા તોડી ને ભલે ને જે પણ કાયદો હોય...
-રેનીશ