તમારી પાંપણ ઝૂકેને હૈયામાં થડકે એ પ્રેમ છે.
તમે દુઃખમાં હો અને જે દુઃખ તમારું ભારોભાર લે એ પ્રેમ છે.
જ્યારે ખભે હાથ મૂકી કહે જા હું તારી સાથે છું ત્યાં માત્ર એક ભાવ છે એ પ્રેમ નથી.
પાંપણના પલકારે દિવસમાં તેનું નામ તમારા હોઠે આવે એ પ્રેમ છે.
જ્યારે તમેં ભીડમાં પણ એકાંત અનુભવતા હો ને ત્યારે જે હળવેથી તમારા ગાલને ચૂમી જાય એ પ્રેમ છે.
ધરતી માં જેમ બીજ રોપાય એમ તમારી લાગણી પોતાના હૈયામાં સમાવી લે ને અંત સુધી જીવાડે તે પ્રેમ છે.
તમારા હૈયાની ટાઢક ને તમારી ખુશીએ ખુશ અને પ્રગતિ એ ગતિ સમજે એ પ્રેમ છે.
હૃદયની સાથે સમયના ધબકારે જે સંબંધ થંભે એ પ્રેમ છે.
અનુરાગ એ માત્ર કોઈ વિચાર, વ્યવહાર કે દ્રષ્ટિ નથી આમ છતાં પોતે એક રંગત છે.
એક બાજુ લોહીની ઉકળી ઉકળી ઉલટી થતી હોય ને જ્યાં પ્રેમ ખુદ તરસ હોય તેવા મુસાફરની તરસ છે પ્રેમ.
-Parmar Bhavesh