મધરાત પછી
માંડ આંખો મીંચાણી હતી
ને અચાનક !
ધસમસતું આલિંગન બની વીંટળાઈ વળ્યો મને તુૃં !
ગળા ફરતે તારી ભૂજાઓની કેદ
પીઠ પર અનુભવાતો તારી છાતીનો થડકાર
ને કાનની આસપાસ ઘુમરીઓ લેતો
તારા હસતા શ્વાસનો મધુર, ઊનો લય...
ચાર અંગુઠાઓનું એ ઝઘડવું ને ભળવું
રે પાગલ...!
ખરેખર હોત તો આ જે અનુભવી ને હાલ
એ ઝણઝણાટીય હોત...?
ન હોત...!
©અનુ.