💖 તારું વચન 💖
આજે પણ નિભાવી રહી છું તારું આપેલ વચન.
ડગલે પગલે આવે વિચાર તારા
નિશા રાણી સમણા લાવે તારા
ઉષા આવે ને વિંહગ બની તારી જ યાદ લાવે.
નથી હું તને મળી શકતી
નથી હું તને સ્પર્શી શકતી
મજબૂર છું હું તારા આપેલ વચનના ઢગલાઓ થી
નથી હું રડી શકતી
નથી હું કંઈ બોલી શકતી.
-Isha Kantharia