" એકવાર હસી દો "
એકવાર તો હસી દો ને પ્રિય દોસ્ત તમે,
શું અપરાધ થયો છે મારાથી એ તો કહી દો ને તમે,
એકવાર તો હસી દો ને પ્રિય દોસ્ત તમે ...!
ચાહું છું હું તમને ચાંદને ચાહે ચકોર ની જેમ ,પણ
મારાથી રિસાઈ જવાનું કારણ તો કહોને તમે,
એકવાર તો હસી દો ને પ્રિય દોસ્ત તમે....!
માત્ર સમજ ફેર થી મને અપરાધી માની બેઠા તમે,
ને રિસાઈ ગયા આમ મારાથી એ દોસ્ત કેમ તમે,
એકવાર તો હસી દો ને પ્રિય દોસ્ત તમે.....!
ખરા દિલથી માફી માંગવા ચાહું છું તમારાથી ,
પણ એકવાર તો મારાથી નજર મિલાવો "મિત્ર"તમે,
એકવાર તો હસી દો ને પ્રિય દોસ્ત તમે.....!
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}