એવું ન થાય?
કે મારા આ હાથ,
બની જાય ઘડીભર માટે તારી હથેળીઓ?
ને સ્પર્શી લે તુૃં મારાં જ ટેરવે મારું અંગેઅંગ !!!
એવું ન થાય?
કે મારો આ ચહેરો,
બની જાય ઘડીભર માટે તારું વદન?
ને સ્પર્શી લઉં મારાં ટેરવે તારા મુખની બધી તરંગ !!!
એવું ન થાય?
કે મારો એકાદ ખભો,
બની જાય ઘડીભર માટે તારા બાહુ?
ને ઢાળી દઉં મારું શીશ મારા જ એ ખભે હું !!!
એવું ન થાય ?
કે મારું આ શીશ,
બની જાય ઘડીભર માટે તારું મસ્તક?
ને પોઢાડી દઉં મારા ખોળામાં તારું મુજરૂપ !!!
એવું ન થાય?
કે મારા દિવસ ને રાત,
બની જાય ઘડીભર માટે તારી સદીઓ?
ને જીવી લઉં સદીઓ હું તારી પૃથા બનીને !!!
એવું ન થાય?
કે તારી સમગ્ર પીડા,
બની જાય ઘડીભર માટે મારું સમગ્ર?
ને તરી જાય તુૃં તારી જ પીડનું ધસમસતું મારણ બનીને !!!
એવું ન થાય...
©અનુ.