હસ્ત રેખાથી જાણો કે નોકરી કે બિઝનેસમાં પ્રગતિના યોગ છે કે નહીં
હસ્ત રેખા જણાવે છે કે નોકરી કે બિઝનેસમાં તમને ક્યારે સફળતા મળશે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ હાથમાં કેટલિક રેખા એવી હોય છે જેનાથી નસીબ ચમકી જાય છે. હથેળીમાં સૂર્ય રેખા અને ગુરુ પર્વતને જોઈને ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિની પ્રગતિ થશે કે નહીં. સૂર્ય રેખા નીચે એક મોટી રેખા હોય છે. સૂર્ય રેખાની સારી સ્થિતિથી નોકરી કે બિઝનેસમાં સફળતા મળે છે. બીજી તરફ ગુરુ પર્વત પર શુભ નિશાન હોય તો તે પણ પ્રગતિને દર્શાવે છે.
1. હાથમાં ગુરુ પર્વત ઉપર એક કે તેનાથી વધારે રેખઆઓ હોય તો તે વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે.
2. કોઈ રેખા જીવન રેખાની ચંદ્ર પર્વત તરફ જાય તો વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્તિ કરે છે.
3. ગુરુ પર્વત ઉપર નક્ષત્ર, સ્ટાર કે ત્રિભુજનું નિશાન હોય તો તે વ્યક્તિ પણ ઉચ્ચ પદ મેળવે છે.
4. હથેળીમાં મોટી સૂર્ય રેખા વ્યક્તિને સમાજમાં મોટું સ્થાન અપાવે છે.
5. ગુરુ પર્વત ઉપર ત્રિભૂજ હોય, સૂર્ય રેખા સ્પષ્ટ હોય અને ભાગ્ય રેખા રેખા લાંબી હોય તેવી વ્યક્તિ નાની ઉંમરમાં પ્રગતિ કરવા લાગે છે.