અમદાવાદના કોઈ એક વિસ્તારમાં યુવાન ગ્રુપ લોકોએ રાત્રિ કરફીયુ હોવાને કારણે રોડ રસ્તાઓ ઉપર રહેતા લોકો માટે મફત જમાડવાનો પ્રોગ્રામ રાખિયો હતો એથી ઘણા ગરીબ લોકો આવીને તે મફત જમણ જમીયા હતા
આવી માનવતા ભર્યું કામ બદલ એક આપણી શાબાશી પણ ઓછી પડે 🙏
પણ આ બાબતને મારે જરા વિસ્તારથી કરવીછેં,
એક દિવસ હું એક જલારામ મંદિરના રોડ ઉપરથી પસાર થતો હતો સાંજનો સમય હતો મંદિરના કાર્યકર્તાઓએ મંદિરની બહાર જાત જાતના જમણના તપેલા ગોઠવી દીધા હતા બાજુમાં એક નાનું બોર્ડ લગાવેલું હતું તેમાં લખીયુ હતું કે
આજ ગરીબો માટે મફત જમણ...
હું સામેના બોકડે બેઠો હતો ને આ બધું જોતો હતો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ને મારાથી તેમને કંઈક પુછાઈ ગયું કે શું આ મંદિર ગરીબોને આમ રોજ જમાડેછેં !
બાજુમાં બેઠેલા ભાઈ બોલ્યા, નહિ પણ આજ શ્રદ્ધનો છેલ્લો દિવસછેં માટે.
મને થયું ઓહહ વાત આમછેં
હવે જમવા માટે ગરીબો ધીરે ધીરે આવતા હતા ને એક લાઈનમાં ઉભા રહીને પોતાની જમવાની કાગળની ડીશ લઇ ને ગમે ત્યાં ગોઠવાઈ જતા હતા તો મારી બાજુમાં બેઠેલા ભાઈ પણ ઉભા થઇને જમવાનું લેવા લાઈનમાં ઉભા થઇ ગયા ને પછી પોતાની ડીશ લઈને મારી બાજુમાં બેસી ગયા ને તરત ચપ ચપ ખાવા લાગીયા તમે નહિ માનો કે તે ડીશ માં એટલી બધી વાનગી હતી કે આવી ડીશ કદાચ કોઈ મોટી હોટલોમાં પણ નહિ મળતી હોય !
પુરી બે ત્રણ શાક પાપડ પાપડી કચુંબર મીઠાઈ છાસ આઈસ્ક્રીમ દાળ ભાત
જમી રહેલા ગરીબોએ તો એવું જમવાનું તેમની જિંદગીમાં પણ નહિ જોયું હોય ને પછી બધાજ ગરીબો જમીને ચાલીયા ગયા બાજુમાં બેઠેલા ભાઈ પણ ઓડકાર ભરતા તે પણ ચાલીયા ગયા હું પણ આ બધું જોઈને ચાલતો થયો પણ ચાલતા ચાલતા એક વિચાર આવીયો કે આવુ જમણ ફક્ત ગરીબો માટે જ હોયછેં તો પછી બીજા સારા ઘરના લોકો પણ કેમ આવુ જમણ જમવા આવતા હશે! પેલા ભાઈ ગરીબ ના હતા પણ એક વેપારી હતા જમવા માટે પોતાની દુકાન પણ થોડોક સમય બંધ રાખી હતી ને જમીને તરત પોતાની દુકાન ખોલી નાખી!
જુવો લોકો પણ કેવા હોયછેં! ગરીબો માટે નુ જમણ જમવા પોતાનો ધન્ધો પણ બંધ કરી દેતા હોયછેં
અરે ભાઈ આ લગ્નઃ ના આમંત્રણવાળું જમવાનું નોહ્તું 😄