તમે ક્યારેક કોઈ વ્યક્તિને ગરમ તેલમાંથી તળી રહેલા પકોડા કાઢતા જોયા હશે
જયારે તે આપણે જોઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી એક દર્દનાક ચીસ નીકળી જાયછેં ને પછી આપણે એક વિચાર કરીએ છીએ કે આમ કેવી રીતે બને ! બિચારાને કઈ થતું નથી !
આવા ગરમ તેલમાં હાથ નંખાતો હશે !
પણ એમાં દયા ખાવા જેવું કઈ હોતું નથી બસ એક તેમની હાથ ચાલાકી જ કામ કરતી હોય છેં તેમાં વળી તેમની રોજિંદી પ્રેકટીસ પણ હોયછેં
તે લોકો જયારે ઉકળતા તેલમાં પોતાનો હાથ નાંખેછેં તે પહેલા તેઓ એક વાસણ માં ઠંડુ પાણી પણ સાથે રાખતા હોયછેં તેમાં તેઓ પહેલા પોતાનો હાથ ઠંડો કરી લેતા હોયછેં ત્યાર પછી જ તેઓ ગરમ તેલમાં હાથ નાખતા હોયછેં જેઓ ઠંડો હાથ ગરમ તેલમાં પડેછે ત્યારે ચામડી ઉપર ગરમ તેલની અસર જલ્દી પડતી નથી ને ગરમ તેલની અસર પડે તે પહેલા તેમને હાથ કાઢી લેવો પડતો હોયછેં
આ એક રોજિંદી હાથ ચાલાકી સિવાય કશુજ હોતું નથી
ગરમ તેલ કોઈનું સગું હોતું નથી કે આપણી નાજુક ચામડી ને જરાય અસર ના કરે ભલભલા બળીને ખાક થઇ જતા હોયછેં.