નૂતન વર્ષાભિનંદન🙏🙏
નવા વર્ષનું નવલું નજરાણું,
જિંદગીને આનંદમાં વ્હાવો,
નિત્ય નવા વિચારો સંચારો,
આધ્યાત્મિક પાસુને જમા કરો,
મનનાં વિચારો હકારાત્મક કરો,
દુઃખી દિલોનાં દર્દ સમજીએ,
એકબીજાની નજીક રહીએ,
કાનથી માત્ર ક્યારેક સાંભળીએ,
મૌનનાં શબ્દો સમજી શકીએ,
લાગણીઓને યોગ્ય વ્હાવો,
હાથને પ્રાર્થના કરવા જોડીએ,
પગને બીજાની મદદમાં દોડાવીએ,
કરીએ જો આ સંકલ્પ નવા વર્ષમાં,
માનવી ક્યારેય ન એકલો પડે જગમાં.
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.🙏
"'અમી""
-અમી