એક ભાઈ દિવાળીના ટાણે એક લારીમાં દિવાળીનું દારૂખાનું છૂટક વેંચતા હતા જે તેઓ જાહેર રોડ ઉપર બેઠા હતા,
અચાનક ત્યાં એક પોલીસની વાન ફરતી ફરતી આવી ચઢી ને આ ભાઈની લારીને ઉંધી પાડી દીધી ને પોલીસ તેને વાનમાં બેસાડવા લઇ જઈ રહી હતી તો આ ભાઈ ની સાથે તેની એક નાની બાળકી પણ હતી તેને આ જોતા જ તે પોકે ને પોકે રડવા લાગી ને બોલવા લાગી કે...😭
મારા પપ્પા ને છોડી દો, તેને ના લઇ જશો...
પોલીસ પણ તેની કાર્યવાહી કરવામાં મક્કમ હતી કારણ કે હમણાં કોરોનાને લીધે અમુક વિસ્તારમાં દારૂખાનું વેચવા ને ફોડવા ઉપર સરકારે પ્રતિબંધ મુકેલોછેં કદાચ તેને કારણે પણ તે ભાઈની ધરપકડ કરે હશે
તો આ છોકરી રડતી રડતી પોલીસ પાછળ જાયછેં પોલીસ પણ તેને પાછળ પાછળ નહિ આવવાનું વારંવાર કહેતી હોયછેં પણ છોકરી બિચારી શું કરે! કારણકે છોકરીને તેના પિતા ઉપર અપાર પ્રેમ હતો ❤
ત્યારબાદ છોકરી પોલીસ સામે તેમની વાનના દરવાજા ઉપર જોર જોરથી પોતાનું માથું પછાડેછેં છતાંય પોલીસને તેની કોઈ જ અસર થતી નથી! 🤭
આ જોઈને આજુબાજુ ઉભેલા લોકો છોકરીની વહારે આવેછે ને પોલીસને સમજાવેછેં કે સાહેબ છોકરીના બાપને છોડી દો હવે તે ફરી આવો ધંધો નહિ કરે બસ કદાચ અંતે પોલીસને કોઈ દયા આવી ને પછી પેલા ભાઈને છોડી મુક્યા ને ત્યારબાદ બાપને દીકરી હસતા હસતા પોતાની લારીએ પહોંચીયા.😄
નવાઈ ની વાત તો એ છેં કે પોલીસે અંતે એક સારું કામ પણ કરી બતાવ્યું
એક મીઠાઈનું પેકેટ પેલી છોકરી માટે પેલા ભાઈની લારીએ પણ મોકલી અપીયું 👍