આજના એક આધુનિક જમાનામાં લોકોની જીવન શૈલી બિલકુલ બદલાઈ ગઈછેં આજ કોઈની પાસે સમય નથી ના મળવાનો, ના વાત કરવાનો, કે ના ઘરમાં રસોઈ કરવાનો
બધુજ ઓન લાઈન...આજે તમારે જો ઘરે જમવાનું બનાવવાનો વિચાર ના હોય તો તમે જમવાનું પણ ઓન લાઈન મંગાવી શકો છો તે પણ કોઈ સારી હોટલમાંથી
બસ ઘરેથી એક ફોન કરો ને અડધા કલાક માં જ તમારું જમવાનું તમારી ઘરે આવી જશે પણ શું તમે જાણો છો કે તમને મળતું જમવાનું પુરે પૂરું તમારા ઘરે આવેછે ખરું !
શું તમને લાગેછે કે તમે મંગાવેલ જમવાનું જરાક ઓછું આવ્યુ હોય !
કદાચ રોટલી બરાબર હોય શકેછેં
કદાચ ભાત પણ બરાબર હોય શકેછેં
કદાચ દાળ પણ બરાબર હોય,
તો પછી ઓછું શું હોય શકે !
ઘણું બધું ઓછું હોય શકેછેં
જેમકે ભાણામાં મુકેલ કોઈ સારી મીઠાઈ !
કદાચ એક્સ્ટ્રા મુકેલ કોઈ સારી ચીજ !
હા ભાઈ કોઈ પણ મુકેલ ચીજ ઓછી હોય શકેછેં તેમાં બે મત નથી જ
હમણાં એક સમયે એક વિડિઓ ફેસબુક ઉપર આવીયો હતો તેમાં એક ફેમસ કંપની નો માણસ કોઈનું જમવાનું પહોંચાડવા જઈ રહીયો છેં બપોરનો સમયછેં કદાચ તેને પણ કોઈ ભૂખ લાગી હશે આથી આ ભાઈ એક સુમસામ સ્થળ ઉપર જઈ ને પોતાનું વેહિકલ ઉભું રાખેછેં ત્યારબાદ તેને પાછળ મુકેલ કોઈ લાલ બેગમાંથી એક ડબ્બો ખોલે છેં ને તેમાં રહેલી કોઈ સારી ચીજ ખાયછેં પછી તે ડબ્બો મૂકીને કોઈ બીજો ડબ્બો ખોલેછેં તેમાં પણ રહેલી કોઈ સારી ચીજ કાઢી ને ખાયછેં તે ડબ્બો પણ બંધ કરી ને પેલા થેલામાં મૂકી દેછે
કહેવાનો મતલબ આ ટેવ બિલકુલ સારી નથી આમાં કંપનીનું નામ પણ ખરાબ થાયછેં ને સાથે તમારી આવી સારી જોબ પણ ચાલી જાય છેં માટે આવી ખરાબ ટેવ રાખવી ના જોઈએ આવા સમયે જો ભૂખ લાગે તો પોતાના પૈસે જરાક ખાઈ લેવું જોઈએ
પણ કોઈનું જમવાનું આવી રીતે એઠું કરવું તો ના જોઈએ.
કોઈનો ભરોસો એજ આપણી સૌથી મોટી મૂડી હોયછેં