જો, આ ભારી ભરખમ સ્નેહ નહીં સહેવાય
સતત તારી કાળજી મારાથી નહીં સહેવાય
કઈ વાતે રિસાઈશ એનું સતત ટેન્શન !
પછી તારું નાનું-મોટું સૉરી મારાથી નહીં સહેવાય
વાતે વાતે ખુલાસા નહીં કરું હું
ક્યાં છું, કેમ છું, શું કરું છું; નહીં કહું હું
તારું આઈ લવ યુ આવે તો આવે
જવાબમાં લવ યુ ટુ કહેવું જ મારાથી નહીં સહેવાય
તુૃં ગમે, તારી વાતો ગમે બધું બરાબર
પણ તુૃં જ ગમે, તારી જ વાતો ગમે; મારાથી નહીં સહેવાય
તને ચાહું છું, પણ ગુલામ નથી તારી
ઘણાને ચાહું છું, પણ બજારે નથી ઊભી
તને સમજાય તો સારી છે વાત
બાકી તારું અધિકારપણું મારાથી નહીં સહેવાય.
અનુ.