ઉગે છે સુરજને સામે અજવાળું હોય,
ખોલું છું આંખોને સામે તારો ચહેરો હોય...
આભમાં ચમકતા ટમટમતાં તારલીયા હોય,
જોઉ ચાંદની રાતને સામે તારો ચહેરો હોય...
નદીઓનાં નીર ખળખળ મસ્તીમાં વહેતા હોય,
શીતળતાને નિહાળતા સામે તારો ચહેરો હોય...
પવનની લહેરકી મંદ મંદ વહેતી જાતી હોય,
સુસવાટાને માનતા સામે તારો ચહેરો હોય...
-Rajeshwari Deladia