#Navratri
#નવરાત્રી
મને ગરબે રમવાના ઘણા ઓરતા હો જી રે,
મેં તો સજ્યા છે સાજ શણગાર રે...
ઉભી શેરીયે થી સાદ હું તો પાડતી રે,
ચાલો સખી સાહેલડી આજ...
આજ ગરબા માં રમઝટ બોલાવશુ રે,
કરશુ ઉજાગરો આખી રાત...
આવો લ્હાવો ફરી હવે નહિ મળે રે,
આવી આસો ની રઢિયાળી રાત...
મને ગરબે ઘૂમવાના ઘણા ઓરતા હો જી રે!!