#Navratri
#નવરાત્રી
સખી મારી નોરતા ની રાત્રી આવી હો જી રે..
યાદ આવે બાળપણ ની વાત રે,
કેવી એ શેરીઓ ગજાવતા હો જી રે..
દાંડિયા ની રમઝટ બોલાવતા રે,
સખી ઓઢંતા સરખા પોષાક હો જી રે...
એમા નવરંગ રંગ ની ભાત રે,
સખી પરણવા ની આતો કેવી રીત હો જી રે...
છોડવી પડી સખી સાહેલડી રે,
સખી હતો એ અલ્લડ જમાનો હો જી રે...
હવે પગ માં તે બેડીયુ બંધાય રે,
સખી નોરતા ની રાત્રી આવી હો જી રે...